મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદમાં કાળઝાળ ગરમી, લાલદરવાજા ટર્મિનલ પર મુસાફરોની સુવિધા માટે ગ્રીન નેટની વ્યવસ્થા

અમદાવાદ શહેરમાં કાળઝાળ ગરમી વચ્ચે મુસાફરોને રાહત આપવા માટે લાલદરવાજા બસ ટર્મિનલ ખાતે

અમદાવાદ શહેરમાં કાળઝાળ ગરમી વચ્ચે મુસાફરોને રાહત આપવા માટે લાલદરવાજા બસ ટર્મિનલ ખાતે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. વધતા તાપમાનને ધ્યાનમાં રાખીને બસ મથક પર ગ્રીન નેટ બાંધવામાં આવી છે, જેથી સીધો તડકો મુસાફરો પર ન પડે.

ઉપરાંત કેટલાક બસ સ્ટોપ પર સ્પ્રિંકલર સિસ્ટમ પણ શરૂ કરવામાં આવી છે. સ્પ્રિંકલરના કારણે આસપાસના તાપમાનમાં અંદાજે 2 થી 3 ડિગ્રી સુધી ઘટાડો નોંધાઈ રહ્યો છે, જેના કારણે મુસાફરોને ગરમીથી થોડી રાહત મળી રહી છે.  

આ સમાચાર શેર કરો