મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: વિમાની પાયલટોમાં ડ્રગ્સ અને નશાના નિયમો પર સરકારની કડક નજર: નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ

વિમાની સેવાઓ અને મુસાફરોની સુરક્ષાને પ્

તસવીર: gstv

વિમાની સેવાઓ અને મુસાફરોની સુરક્ષાને પ્રાથમિકતા આપતા કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ કિંજારાપુએ પાયલટો દ્વારા થતા પદાર્થોના દુરુપયોગ (Substance Abuse) અંગેના નિયમોમાં સંભવિત સુધારા અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે સરકાર આ બાબતને અત્યંત ગંભીરતાથી લઈ રહી છે.

મીડિયા સાથેની વાતચીતમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, "અમે આ મુદ્દાનો સતત અભ્યાસ કરી રહ્યા છીએ. અમે આ અંગે 'ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન' (DGCA) પાસેથી પણ અપડેટ્સ માગ્યા છે. અમે આ વિષયને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યા છીએ."

નિયમોમાં સુધારા અંગે વધુ સ્પષ્ટતા કરતા તેમણે ઉમેર્યું કે, "જો અમને લાગશે કે વર્તમાન નિયમો અને નિયમન પૂરતા નથી અથવા યોગ્ય સ્તરના નથી, તો અમે તેના પર ખૂબ ગંભીરતાથી પગલાં લઈશું અને જે પણ સુધારા કરવાની જરૂર હશે તે ચોક્કસપણે કરીશું."

ઉલ્લેખનીય છે કે, વિમાની ઉડ્ડયન ક્ષેત્રે પાયલટો અને ક્રૂ મેમ્બર્સની શારીરિક તથા માનસિક ફિટનેસ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સરકારનો આ અભિગમ દર્શાવે છે કે હવાઈ મુસાફરોની સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં.

આ સમાચાર શેર કરો