મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરત માટે સરકારનો એક્શન પ્લાન

સુરતમાં આવેલા પૂરથી શહેરને બેઠું કરવા માટે રાજ્ય સરકારે એક્શન પ્લાન ઘડયો છે..નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મોડી રાત્રે અધિ

તસવીર: gstv

સુરતમાં આવેલા પૂરથી શહેરને બેઠું કરવા માટે રાજ્ય સરકારે એક્શન પ્લાન ઘડયો છે..નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મોડી રાત્રે અધિકારીઓ સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને પૂર પ્રભાવિત વિસ્તારો માટે કેટલીક મહત્વની જાહેરાતો કરી હતી..હર્ષ સંઘવીએ જણાવ્યું અસરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે ૯૧૦૦ પરિવારોનો ડોર-ટુ-ડોર સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે. પ્રાથમિક તબક્કે ૮૦૦થી વધુ પરિવારોને ૬ હજાર ૮૦૦ રૂપિયા લેખે ઘરવખરી અને કેશડોલની સહાય ચૂકવાઈ છે..પૂરમાં માત્ર રહેણાંક વિસ્તારો જ નહીં, પરંતુ સુરતની આર્થિક કરોડરજ્જુ સમાન વેપાર-ધંધાને પણ મોટું નુકસાન થયું છે. આ માટે સરકાર દ્વારા અત્યાર સુધીમાં ૫૮ જેટલા કોમર્શિયલ વિસ્તારોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. કોમર્શિયલ વેપારીઓની સહાય માટે આગામી મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક યોજી અંતિમ નિર્ણય લેવાશે. પૂરતી સહાય મળી રહે તે માટે એક ખાસ પોલિસી જાહેર કરવામાં આવશે, જે વેપારીઓ પાસે વીમો છે, તેમને વળતર મેળવવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે સરકારે વિશેષ વ્યવસ્થા ગોઠવી છે

આ સમાચાર શેર કરો