VIDEO: સરકારી પાકું બાંધકામ તોડવામાં આવી રહ્યું છે
ધોળકા શહેરમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી જળબંબાકારની સ્થિતિ વચ્ચે તંત્ર આખરે સફાળું જાગ્યું છે. ત્રાસદ ચોકડી

ધોળકા શહેરમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી જળબંબાકારની સ્થિતિ વચ્ચે તંત્ર આખરે સફાળું જાગ્યું છે. ત્રાસદ ચોકડી પાસે શીતલ વર્ષા પ્લેટિનિયમ યોજનાના બિલ્ડરો દ્વારા ખુલ્લા સરકારી કાંસમાં પુરાણ કરી પાકું બાંધકામ કરવામાં આવ્યું હતું, જેના કારણે ખારાખવા વિસ્તાર પાણીમાં ગરકાવ થયો હતો અને લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા.સ્થાનિકો દ્વારા અગાઉ અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર ઘસઘસાટ ઊંઘતું રહ્યું હતું. હવે જ્યારે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે, ત્યારે પાલિકાએ ચાર જેટલા જેસીબી કામે લગાવીને આ ગેરકાયદેસર દબાણો અને પુરાણ તોડવાની કામગીરી હાથ ધરી છે




