રૂ.10 લાખ રોકો... 20 લાખ મેળવો! જાણો Post Officeની આ કમાલની સરકારી સ્કીમ વિશે

શું તમે પણ એક એવી સ્કીમની શોધમાં છો, જે તમારા રોકાણને ડબલ (Money Double) કરી દે? જો હા, તો પોસ્ટ ઓફિસ દ્વારા ચલાવવામાં આવતી એક સરકારી સ્કીમ તમારા માટે ખુબ સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. આપણે વાત કરી રહ્યા છીએ કિસાન વિકાસ પત્ર એટલે કે KVP સ્કીમ (Post Office Kisan Vikas Patra Scheme)ની, જે આ કમાલ માત્ર ૧૧૫ મહિનામાં કરી શકે છે. આમાં સરકાર તરફથી વ્યાજ પણ જોરદાર આપવામાં આવે છે.
સરકાર લે છે સુરક્ષાની ગેરેંટી
Post Office KVP Schemeમાં રોકાણ એકદમ સુરક્ષિત હોય છે, કારણ કે પોસ્ટ ઓફિસ દ્વારા સંચાલિત તમામ સ્કીમ્સ પર દરેક નાના-મોટા રોકાણ પર સુરક્ષાની ગેરેંટી ખુદ સરકાર આપે છે. એટલે કે આ બિલકુલ ઝીરો રિસ્ક સ્કીમ (Zero Risk Scheme) હોય છે. મતલબ કે કેવીપી સ્કીમમાં તમે જેટલા ધારો એટલા ટેન્શન ફ્રી થઈને પૈસા રોકી શકો છો અને બમણા મેળવી શકો છો.
રોકાણ પર મળી રહ્યું છે ધાંસુ વ્યાજ
પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર સ્કીમ એક મની ડબલ સ્કીમ (Money Double Scheme) તરીકે પણ ફેમસ છે અને આના પર સરકાર તરફથી વ્યાજ (Post Office KVP Interest Rate) પણ જોરદાર આપવામાં આવી રહ્યું છે, જે ૭.૫ ટકા છે. રોકાણ પર આ વ્યાજ દર વાર્ષિક ધોરણે આપવામાં આવે છે.
આટલો છે સ્કીમનો મેચ્યોરિટી પીરિયડ
પોસ્ટ ઓફિસની આ મની ડબલ સ્કીમના મેચ્યોરિટી પીરિયડની વાત કરીએ તો, Kisan Vikas Patra Scheme માટે તે ૧૧૫ મહિનાનો છે. વર્ષના હિસાબે જોઈએ તો, આમાં રોકાણ દ્વારા ૯ વર્ષ અને ૭ મહિનામાં તમારા પૈસા ડબલ થઈ જાય છે.
માત્ર ૧૦૦૦ રૂપિયાથી પણ શરૂઆત
પોસ્ટ ઓફિસ દ્વારા ચલાવવામાં આવતી સરકારી યોજનાઓની એક બીજી ખાસ વાત એમને પોપ્યુલર બનાવે છે કે આમાં નાની-નાની બચતથી પણ મોટું ફંડ ભેગું કરી શકાય છે. પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર સ્કીમની જ વાત કરીએ તો, આમાં માત્ર ૧૦૦૦ રૂપિયાના શરૂઆતી રોકાણથી પણ એકાઉન્ટ ખોલાવી શકો છો. જ્યારે મહત્તમ રોકાણની કોઈ લિમિટ નક્કી કરવામાં આવી નથી, એટલે કે જેટલા ચાહો એટલા પૈસા રોકી શકો છો.
૧૦ લાખના ૨૦ લાખ રૂપિયા કેવી રીતે બનશે?
હવે વાત કરીએ કે કેવી રીતે એકસાથે ૧૦ લાખ રૂપિયા રોકવા પર તમારી રકમ ૧૧૫ મહિનામાં ડબલ થઈ જશે. આનું કેલ્ક્યુલેશન ખૂબ જ સરળ છે. હકીકતમાં, Post Office Kisan Vikas Patra Schemeમાં જો તમે ૧૦ લાખ રૂપિયાનું રોકાણ કરો છો, તો વાર્ષિક ૭.૫%ના વ્યાજ દર મુજબ પહેલા વર્ષના અંતે તમારી જમા રકમ ૧૦.૭૫ લાખ રૂપિયા થઈ જશે.
હવે આ રકમ પર બીજા વર્ષના અંતે ૭.૫ ટકા વ્યાજ સાથે વધીને ૧૧,૫૫,૬૨૫ રૂપિયા થશે. જ્યારે એના પછીના વર્ષે વ્યાજ ઉમેરાઈને ૧૨,૪૨,૨૯૭ રૂપિયા થશે. આ જ રીતે ૯ વર્ષ અને ૭ મહિના સુધી તમારી જમા રકમ પર વ્યાજના પૈસા ઉમેરાતા રહેશે અને મેચ્યોરિટી પૂરી થવા પર તમને બમણા એટલે કે ૨૦ લાખ રૂપિયા મળશે.

