મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: VIDEO: હિંમતનગરના તખતગઢ ગામમાં ખેડૂતોએ સરકારી ગ્રાન્ટ વિના સંપ બનાવ્યો

હિંમતનગર તાલુકાના તખતગઢ ગામના ખેડૂતોએ એકતા અને આત્મનિર્ભરતાનું અનોખ

તસવીર: gstv

હિંમતનગર તાલુકાના તખતગઢ ગામના ખેડૂતોએ એકતા અને આત્મનિર્ભરતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. વરસાદી પાણી પર આધારિત ખેતીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા ખેડૂતોએ સરકારી ગ્રાન્ટ વિના ઉમા પિયત મંડળીની રચના કરીને પોતાના ફંડથી વિશાળ સંપ બનાવ્યો…ખેડૂતોએ પાડોશી ગામ ફતેપુરાથી નર્મદાના પાણી લાવવા પોતાના ખર્ચે લાંબી પાઈપલાઈન પણ પાથરી હતી... મોટર અને ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવીને પાણી અને ખાતરની બચત સાથે વર્ષમાં ત્રણે સીઝનમાં સારો પાક ઉગાડી રહ્યા છે. આ પહેલથી સમગ્ર રાજ્ય માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે.

આ સમાચાર શેર કરો