મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: VIDEO: નિવૃત બેંક મેનેજર સાથે સાયબર છેતરપિંડી! એપીકે ફાઈલના માધ્યમથી ગુનો આચરવામાં આવ્યો

VIDEO: Cyber ​​fraud with retired bank manager! The crime was committed through the APK file | વિજય કો-ઓપરેટિવ બેંકના નિવૃત્ત આસિસ્ટન્ટ મેનેજર કિશોરી યાદવની

તસવીર: gstv

વિજય કો-ઓપરેટિવ બેંકના નિવૃત્ત આસિસ્ટન્ટ મેનેજર કિશોરી યાદવની સાથે સાયબર ચીટિંગ કરી 15 લાખ 34 હજાર રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે..સાયબર માફિયાઓએ બેંક ઓફ બરોડાના કસ્ટમર કેર તરીકે કોલ કરી ઘરબેઠા તમામ બેંકિંગ સેવાઓ આપવાની લાલચ આપી હતી. તેમણે બનાવટી APK ફાઈલ વોટ્સએપ દ્વારા મોકલીને ડાઉનલોડ કરાવી અને તેના દ્વારા ફરિયાદીના મોબાઈલમાંથી બેંકિંગ એપનો એક્સેસ મેળવી લીધો હતો. આ રીતે કિશોરી યાદવના બેંક ખાતામાંથી 15 લાખ 34 હજાર રૂપિયા ઉપાડી લીધા...ફરિયાદીએ અજાણ્યા સાયબર માફિયાઓ વિરુદ્ધ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આ સમાચાર શેર કરો