મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

VIDEO: નિવૃત્તિની અટકળો અંગે રોહિત શર્માએ મૌન તોડ્યું

ઇંગ્લૅન્ડ સામેની ત્રીજી વનડે મેચમાં ભલે ભારતીય ટીમનો 27 રને પરાજય થયો હોય, પરંતુ રોહિત શર્માની શાનદાર

તસવીર: gstv

ઇંગ્લૅન્ડ સામેની ત્રીજી વનડે મેચમાં ભલે ભારતીય ટીમનો 27 રને પરાજય થયો હોય, પરંતુ રોહિત શર્માની શાનદાર સદીએ કરોડો ફેન્સના દિલ જીતી લીધા છે. રોહિત શર્માએ 110 બોલમાં 138 રનની ઇનિંગ રમીને ક્રિકેટના મક્કા ગણાતા લૉર્ડ્સ ગ્રાઉન્ડ પર વનડે સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બનવાનો ઐતિહાસિક રૅકોર્ડ બનાવ્યો છે. મેચ બાદ આપેલા ઇન્ટરવ્યુમાં રોહિત શર્માએ પોતાની નિવૃત્તિ અંગે ચાલી રહેલી અફવાઓ અને ટીકાકારો પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું, મારું કામ બેટથી રન બનાવવાનું છે. મેદાન પર ઊતરીને દેશનું પ્રતિનિધિત્વ કરવું એ જ મારી મુખ્ય જવાબદારી છે. જ્યારથી મેં ડેબ્યૂ કર્યું છે ત્યારથી બહારનો શોરબકોર ચાલતો જ આવ્યો છે અને જ્યાં સુધી રમતો રહીશ ત્યાં સુધી ચાલતો રહેશે. આ બહારની વાતોથી મને કોઈ ફરક પડતો નથી. મારા માટે માત્ર એ જ વાત મહત્વની છે કે, હું મેદાનની અંદર કેવું પ્રદર્શન કરું છું અને ટીમની સફળતામાં કેટલું યોગદાન આપું છું.

આ સમાચાર શેર કરો