Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Rohit Sharma's historic century at Lord's, explosive batting amid retirement speculation

IND vs ENG: લોર્ડ્સમાં રોહિત શર્માની ઐતિહાસિક સદી, નિવૃત્તિની અટકળો વચ્ચે કરી વિસ્ફોટક બેટિંગ

Timeછેલ્લું અપડેટ : 19 Jul 2026
લાઇવ ટીવીGoogle News
IND vs ENG: લોર્ડ્સમાં રોહિત શર્માની ઐતિહાસિક સદી, નિવૃત્તિની અટકળો વચ્ચે કરી વિસ્ફોટક બેટિંગ
સોર્સ : gstv

રિટાયર્મેન્ટની અટકળો વચ્ચે રોહિત શર્માએ લોર્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ સામેની ત્રીજી વનડેમાં માત્ર 84 બોલમાં પોતોના કરિયરની 34મી સદી ફટકારી દીધી છે. વર્ષ 2015માં પોતાના વનડે વર્લ્ડ કપના સફરની શરૂઆત કરનારા રોહિત શર્માએ ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. વર્લ્ડ કપમાં સૌથી ફાસ્ટ સદી બનાવવાથી લઈને સૌથી વધુ સદી ફટકારવા સુધીનો રેકોર્ડ 'હિટમેન'ના નામે નોંધાયેલો છે. વનડે વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી ખતરનાક અને વિસ્ફોટક ઓપનરોની યાદીમાં રોહિત શર્માનું નામ ટોચ પર રાખવામાં આવે છે.

App Store

પૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પોતાની કરિયર દરમિયાન ICCની ખાસ ઇવેન્ટ વનડે વર્લ્ડ કપમાં બેટથી અદ્ભુત પ્રદર્શન કર્યું છે. વર્લ્ડ કપ જેવી ટૂર્નામેન્ટમાં રોહિતે પોતાની શાનદાર બેટિંગ અને મોટી સદીઓ ફટકારવાની ક્ષમતાથી ફેન્સ વચ્ચે એક અલગ જ છાપ છોડી છે. રોહિત શર્માએ વન-ડે ક્રિકેટ (ODI)માં એક મોટો અને ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. રોહિત શર્માએ ઇંગ્લેન્ડની ધરતી પર પ્રવાસી બેટ્સમેન તરીકે સૌથી વધુ 8 વન-ડે સદી ફટકારવાની સિદ્ધિ મેળવી છે, જે કોઈપણ વિદેશી ખેલાડી દ્વારા કોઈ એક દેશમાં ફટકારેલી સૌથી વધુ સદી છે. આ મામલે રોહિતે સચિન તેંડુલકર (યુએઈમાં 7 સદી), સઈદ અનવર (યુએઈમાં 7 સદી), એબી ડી વિલિયર્સ (ભારતમાં 7 સદી) અને ક્વિન્ટન ડી કોક (ભારતમાં 7 સદી) જેવા દિગ્ગજોને પાછળ છોડી દીધા છે.

વનડે વર્લ્ડ કપમાં અત્યાર સુધી આટલી મેચ રમી ચૂક્યા છે રોહિત

વનડે વર્લ્ડ કપમાં રોહિત શર્મા અત્યાર સુધી કુલ 28 મેચોમાં ભાગ લઈ ચૂક્યા છે. આ દરમિયાન રોહિત શર્માએ 60.57ની શાનદાર એવરેજ અને લગભગ 106.9 ના સ્ટ્રાઈક રેટથી 1,575 રન બનાવ્યા છે. ભારત માટે રોહિત શર્માએ પોતાની પહેલી વનડે વર્લ્ડ કપ વર્ષ 2015માં રમ્યા હતા. આ સિવાય તેમણે વર્ષ 2019 અને વર્ષ 2023માં પણ બેટથી પોતાનું જોર બતાવવામાં સફળતા મેળવી હતી. જો કે, સૌથી મોટો સવાલ એ જ છે કે શું રોહિત શર્મા વર્ષ 2027ના વનડે વર્લ્ડ કપનો હિસ્સો હશે?

વર્ષ 2019ના વર્લ્ડ કપમાં રચ્યો હતો ઇતિહાસ

વર્ષ 2019નો વર્લ્ડ કપ રોહિત શર્માની કરિયરનો સૌથી શ્રેષ્ઠ તબક્કો રહ્યો હતો. આ ટૂર્નામેન્ટમાં તેમણે બેટિંગની દરેક વ્યાખ્યા બદલી નાખી હતી. રોહિતે એક જ વર્લ્ડ કપ સીઝનમાં 5 સદી ફટકારીને ઇતિહાસ રચી દીધો હતો. તેઓ કોઈ એક વર્લ્ડ કપમાં પાંચ સદી ફટકારનારા દુનિયાના પ્રથમ અને એકમાત્ર બેટ્સમેન બન્યા. તેમણે આ ટૂર્નામેન્ટની 9 મેચોમાં 648 રન બનાવ્યા અને સૌથી વધુ રન બનાવનારા ખેલાડી રહ્યા હતા.

વર્ષ 2023ના વર્લ્ડ કપમાં તોડ્યો સચિનનો રેકોર્ડ

ભારતમાં રમાયેલા વર્ષ 2023ના વર્લ્ડ કપમાં રોહિત શર્માએ કેપ્ટન તરીકે ટીમને ફ્રન્ટથી લીડ કરી હતી. તેમણે પોતાના પર્સનલ રેકોર્ડ કરતાં ટીમને તોફાની શરૂઆત અપાવવા પર વધુ ધ્યાન આપ્યું હતું. રોહિતે વર્લ્ડ કપમાં પોતાની 7મી સદી ફટકારીને મહાન સચિન તેંડુલકરના 6 સદીના રેકોર્ડને પાછળ છોડી દીધો હતો. હવે તેમના નામે વર્લ્ડ કપ ઇતિહાસમાં સૌથી વધુ 7 સદી નોંધાયેલી છે. વર્ષ 2023ના વર્લ્ડ કપ દરમિયાન રોહિતે 11 મેચોમાં 125.94 ના ધમાકેદાર સ્ટ્રાઈક રેટથી 597 રન ફટકાર્યા હતા અને ટીમને ફાઇનલ સુધી પહોંચાડી હતી.

ફટકારી હતી વર્લ્ડ કપની સૌથી ફાસ્ટ સદી

વર્ષ 2023માં જ રોહિત શર્માએ અફઘાનિસ્તાન સામે એક અત્યંત ફાસ્ટ સદી ફટકારી હતી. દિલ્હીમાં માત્ર 63 બોલમાં ફટકારેલી રોહિત શર્માની આ સદી કોઈ પણ ભારતીય દ્વારા વર્લ્ડ કપમાં ફટકારેલી સૌથી ફાસ્ટ સદી છે. રોહિત શર્માનો આ રેકોર્ડ તોડવો કોઈ પણ ભારતીય માટે સરળ નહીં હોય. જો રોહિત શર્મા વર્ષ 2027ના વનડે વર્લ્ડ કપનો હિસ્સો નહીં બને, તો ભારતીય ટીમને તેમની ખોટ ચોક્કસપણે સાલશે.