Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Big achievement for India: Rohit-Kohli play together for 400th time, leaving behind Sachin-Dravid

ભારત માટે મોટી સિદ્ધિ: રોહિત-કોહલી 400મી વખત સાથે રમ્યા, સચિન-દ્રવિડને છોડ્યા પાછળ

Timeછેલ્લું અપડેટ : 19 Jul 2026
લાઇવ ટીવીGoogle News
ભારત માટે મોટી સિદ્ધિ: રોહિત-કોહલી 400મી વખત સાથે રમ્યા, સચિન-દ્રવિડને છોડ્યા પાછળ
સોર્સ : gstv

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે આજે (19 જુલાઈ) લૉડ્સ મેદાનમાં ત્રીજી વન-ડે મેચ રમાઈ રહી છે, જેમાં ભારતના બે અનુભવી બેટર્સ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ઈતિહાસ રચ્યો છે. બંને વિસ્ફોટક બેટર્સે સાથી ખેલાડી તરીકે સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડનો રેકોર્ડ તોડીને મહારેકોર્ડ નોંધાવ્યો છે. રોહિત-કોહલી એક જ મેચની પ્લેઈંગ-11માં ભારત તરફથી 400મી વખત એક સાથે રમીને ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે.

App Store

પ્લેઈંગ-11માં સામેલ થવાના મામલે કોહલી-રોહિતે સચિન-દ્રવિડને પાછળ છોડ્યા

આંતરરાષ્ટ્રીય મેચોમાં સાથી ખેલાડી તરીકે સૌથી વધુ વખત પ્લેઈંગ-11માં એક સાથે સામેલ થવાનો રેકોર્ડ અગાઉ ભારત માટે સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડના નામે હતો. આ બંને દિગ્ગજો કુલ 391 મેચોમાં એક સાથે રમ્યા હતા, જ્યારે હવે રોહિત-કોહલીએ કુલ 400 મેચોમાં એક સાથે મેદાન પર ઉતરીને સચિન-દ્રવિડનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

વિશ્વ ક્રિકેટમાં સૌથી વધુ મેચ સાથે રમવાનો રેકોર્ડ શ્રીલંકન ખેલાડીઓના નામે

જોકે વિશ્વ ક્રિકેટમાં સૌથી વધુ એક સાથે મેચ રમવાનો રેકોર્ડ હજુ પણ શ્રીલંકાના કુમાર સંગાકારા અને મહેલા જયવર્ધનેના નામે છે. આ બંને ખેલાડીઓ કુલ 550 ઈન્ટરનેશનલ મેચોમાં એક સાથે પ્લેઈંગ-11માં સામેલ રહ્યા છે. રોહિત અને કોહલી આ વૈશ્વિક યાદીમાં 400 મેચ સાથે છઠ્ઠા સ્થાને પહોંચી ગયા છે.

રોહિત-કોહલીની 18 વર્ષની શાનદાર સફર

રોહિત શર્માએ 2007માં અને વિરાટ કોહલીએ 2008માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. બંને ખેલાડીઓ છેલ્લા 18 વર્ષોથી ભારતીય બેટિંગની મજબૂત દીવાલ બનેલા છે. આ સમયગાળા દરમિયાન ટીમ ઈન્ડિયાએ કુલ ત્રણ T20 વર્લ્ડકપ, એક વન-ડે વર્લ્ડકપ અને બે ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે. રોહિત અને વિરાટ હવે ટી20 અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ગયા છે અને માત્ર વન-ડે ક્રિકેટ જ રમે છે. વન-ડેમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓમાં વિરાટ કોહલી 14867 રન સાથે બીજા સ્થાને છે, જ્યારે રોહિત શર્મા 11757 રન સાથે ત્રીજા સ્થાને છે.

પ્લેઈંગ-11માં સાથી ખેલાડી તરીકે સૌથી વધુ વખત સાથે રમનારી જોડીઓ

  • કુમાર સંગાકારા / મહેલા જયવર્ધને (શ્રીલંકા) - 550 મેચ
  • તિલકરત્ને દિલશાન / મહેલા જયવર્ધને (શ્રીલંકા) - 426 મેચ
  • કુમાર સંગાકારા / તિલકરત્ને દિલશાન (શ્રીલંકા) - 418 મેચ
  • સનથ જયસૂર્યા / મુથૈયા મુરલીધરન (શ્રીલંકા) - 408 મેચ
  • જેક્સ કાલિસ / માર્ક બાઉચર (દક્ષિણ આફ્રિકા) - 407 મેચ
  • રોહિત શર્મા / વિરાટ કોહલી (ભારત) - 400 મેચ
  • સચિન તેંડુલકર / રાહુલ દ્રવિડ (ભારત) - 391 મેચ
  • સનથ જયસૂર્યા / ચમિન્ડા વાસ (શ્રીલંકા) - 391 મેચ