મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: જૂનાગઢમાં ખેડૂતોના પ્રશ્ને ગોપાલ ઈટાલિયા કલેક્ટર કચેરીએ

જૂનાગઢમાં ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ખેડૂતોને સાથે રાખી જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. ખેડ

તસવીર: gstv

જૂનાગઢમાં ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ખેડૂતોને સાથે રાખી જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. ખેડૂતોના સૌની યોજનાના પાણી અને વીજ પુરવઠામાં વારંવાર થતા ટ્રિપિંગ સહિતના પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી. વીજ થાંભલા મામલે વળતર સહિતના પ્રશ્નો પણ ખેડૂતો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. ખેડૂતોની રજૂઆત સાંભળવા પીજીવીસીએલના અધિકારીઓ પણ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને સમસ્યાઓના નિરાકરણની ખાતરી આપી હતી. જો પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ખેડૂતો સાથે ગાદલા-ગોદડા લઈને પીજીવીસીએલ કચેરીએ ધરણાં કરવાની ચીમકી આપવામાં આવી છે.

આ સમાચાર શેર કરો