VIDEO: વાઘોડિયા રોડ પર કોમ્પ્યુટર ક્લાસથી ઘરે જતી યુવતી પર ધોળા દિવસે હુમલો, પોલીસે CCTVના આધારે શરૂ કરી તપાસ
વડોદરાના વાઘોડિયા રોડ પર કોમ્પ્યુટર ક્લાસથી ઘરે જતી યુવતી પર ધોળા દિવસે હુમલો થતા ચકચાર મચ
વડોદરાના વાઘોડિયા રોડ પર કોમ્પ્યુટર ક્લાસથી ઘરે જતી યુવતી પર ધોળા દિવસે હુમલો થતા ચકચાર મચી છે. અક્ષા બોડીવાળા નામની યુવતીને બે બુકાનીધારી શખ્સોએ રોકી, જબરદસ્તીથી ઝેરી પ્રવાહી પીવડાવી ચપ્પુના ઘા માર્યા હોવાનો આક્ષેપ છે. ગંભીર હાલતમાં યુવતીને સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આ ઘટનાને પગલે સ્થાનિકોએ મહિલા સુરક્ષા સામે સવાલો ઉઠાવ્યા છે. પાણીગેટ પોલીસે ઘટનાસ્થળના CCTV ફૂટેજ મેળવી હુમલાખોરોને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.



