મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Gir Somnath: શ્રાવણ માસની ઉજવણી, સોમનાથ મહાદેવનો પુષ્પોથી દિવ્ય શણગાર

પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સોમનાથ મહાદેવના મંદિરમાં દરરોજ ભવ્ય શણગારની પરંપરા નિભાવવામાં આવે છ

પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સોમનાથ મહાદેવના મંદિરમાં દરરોજ ભવ્ય શણગારની પરંપરા નિભાવવામાં આવે છે. આજે 1 ઓગસ્ટના રોજ સોમનાથ મહાદેવને વિવિધ રંગબેરંગી પુષ્પોથી અદભૂત શણગાર કરવામાં આવ્યો, જેના દર્શનથી ભક્તો મંત્રમુગ્ધ થયા.

પ્રાતઃ આરતીનો લાભ લઈને હજારો ભાવિકોએ મહાદેવના આ દિવ્ય સ્વરૂપના દર્શન કર્યા અને આધ્યાત્મિક શાંતિનો અનુભવ કર્યો. શ્રાવણ માસની આ પવિત્ર ઉજવણીમાં મંદિરનું વાતાવરણ ભક્તિમય બન્યું હતું, જેમાં ભક્તોની ભીડે શણગાર અને આરતીનો લાભ લઈ ધન્યતા અનુભવી.

આ સમાચાર શેર કરો