કોંગ્રેસમાં ડખ્ખો? ગેનીબેને કહ્યું, “ભાજપને મત આપજો”, વીડિયો થયો વાયરલ
Vav assembly by-election : વાવ વિધાનસભા પેટાચૂંટણી માટે આજે 192 મતદાન મથકો પર મતદાન થઇ રહ્યું છે. ભાજપ ઉમેદ

Vav assembly by-election : વાવ વિધાનસભા પેટાચૂંટણી માટે આજે 192 મતદાન મથકો પર મતદાન થઇ રહ્યું છે. ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલ વચ્ચે ટકકર છે. એવામાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં મતદાન મથક બહાર એક મતદાતા એવું કહી રહ્યાં છે કે ગેનીબેને અંદર એવું કહ્યું કે ભાજપને એટલે કે સ્વરૂપજી ઠાકોરને મત આપજો. આ વીડિયો વાયરલ થતા એંક સવાલો ઉઠ્યા છે. એક વાત એવી પણ વહેતી થઇ છે કે સાંસદ ગેનીબેન ઠાકોર અને કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત વચ્ચે મોટો ડખ્ખો થયો છે. આ વીડિયોની GSTV કોઈ પુષ્ટિ કરતુ નથી.




