મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રામોસણામાં પ્રાથમિક શાળાના બાળકો પાસે કચરો ઉપડાવ્યો, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી એક્શનમાં

મહેસાણા જિલ્લાના રામોસણા ગામે સ્કૂલના બાળકો પાસે વૈતરું કરાવાયાનો વિડિયો વાયરલ થયો છે. લોકોમાં બા

મહેસાણા જિલ્લાના રામોસણા ગામે સ્કૂલના બાળકો પાસે વૈતરું કરાવાયાનો વિડિયો વાયરલ થયો છે. લોકોમાં બાળકો પાસે આવું કામ કરાવાતા ગુસ્સો ફાટ્યો છે ત્યારે હવે રામોસણા પ્રાથમિક શાળાના બાળકો પાસે કામ કરાવતા વિડિયોના મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીનું નિવેદન સામે આવ્યું છે. જેમાં શરદ ત્રિવેદીએ કહ્યું કે, વાયરલ વિડિયો મિડિયાના માધ્યમથી મને ધ્યાને આવ્યો છે. શાળાના જવાબદાર આચાર્યને નોટિસ આપીશું.

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શરદ ત્રિવેદીએ જણાવ્યું કે, વાલીઓ બાળકોને ભણવા માટે શાળાએ મોકલે છે. પરંતુ શાળા દ્વારા આવી રીતે બાળકો પાસે કામ કરાવવું યોગ્ય નથી. અમે શાળાના આચાર્ય પાસેથી આ મામલે ખુલાસો પણ મંગાવ્યો છે. શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ ગ્રાન્ટ ફાળવવામાં આવે જ છે. તો પછી પટ્ટાવાળાની જગ્યા ભરવાની જગ્યાએ બાળકો પાસે કામ કરાવવા અંગે જવાબ માંગ્યો છે. 

આ સમાચાર શેર કરો