Rajkot: પેંડા ગેંગ અને મુરઘા ગેંગ વચ્ચે ગેંગવોર, મુરઘા ગેંગના ત્રણ સાગરીતો ઝડપાયા
રાજકોટ જિલ્લાના મંગળા રોડ ઉપર ગત 29 ઓક્ટોબરે પેંડા ગેંગ અને મુરઘા ગેંગ
રાજકોટ જિલ્લાના મંગળા રોડ ઉપર ગત 29 ઓક્ટોબરે પેંડા ગેંગ અને મુરઘા ગેંગ વચ્ચે 8થી 10 રાઉન્ડ ફાયરિંગ થયું હતું. ત્યારે આ મામલે મુરઘા ગેંગના ત્રણ સાગરીતો ઝડપાયા છે. અબ્દુલ્લા ઉર્ફે દુલિયો ઢાળા,શોયબ ઉર્ફે સાહિલ દિવાન અને અમન ઉર્ફે મરઘો પીપરવાડીયા સહિત ત્રણની ધરપકડ થઈ છે. હજુ ગેંગનો મુખ્ય સૂત્રધાર સમીર મુરઘો પોલીસ પકડથી દૂર છે. પેંડા અને મુરઘા ગેંગ વચ્ચે ગેંગવોર ચાલી રહ્યો છે. ઘટના સ્થળે મુરઘા ગેંગનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. ગઈકાલે પેંડા ગેંગના સાગરીતોનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો.




