VIDEO: ભગવાનના મંદિરો પણ ચોર ટોળકીના નિશાને, બે મંદિરોમાં દાનપેટી તોડી કરી ચોરી
વડોદરા શહેરનાં તરસાલીમાં આવેલા સિદ્ધેશ્વર મહાકાળી માતા મંદિર અને સાંઈબાબા મંદિરમાં ચોર ટો
વડોદરા શહેરનાં તરસાલીમાં આવેલા સિદ્ધેશ્વર મહાકાળી માતા મંદિર અને સાંઈબાબા મંદિરમાં ચોર ટોળકી ત્રાટકી હતી. બંને મંદિરમાં ગઈ મોડી રાત્રે ચોર ટોળકીએ નિશાન બનાવી ચોરીનો પ્રયાસ કર્યો હતો. સિદ્ધેશ્વર મહાકાળી મંદિરની દાનપેટી તોડી રૂપિયા ૨૫થી ૩૦,000ની રકમ ચોરી કરી લઈ ગયા હતા. આ ચોર ટોળકી મંદિરના સીસીટીવીમાં કેદ થઈ છે જે આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરા શહેરના તરસાલીમાં સિદ્ધેશ્વર મહાકાળી મહાદેવનું ૩૫ વર્ષ જુનું મંદિર આવેલું છે. મંદિર ગઈ રાત્રે બંધ થયા બાદ ચોર ટોળકી મંદિરમાં ઘૂસી જઈ દાન પેટી તોડી હતી. અને દાનપેટીમાંથી રૂપિયા ૨૫થી ૩૦ હજારની અંદાજિત રકમ ચોરી થઈ હોવાનું બહાર આવ્યું છે. જ્યારે અન્ય મંદિરમાં ચોરોને કશું હાથ નહીં લાગ્યું હોવાનું બહાર આવ્યું છે.




