VIDEO: ગાંધીધામ: સ્વામિનારાયણ ગુરુકુળની બેદરકારી: ખુલ્લી ગાડીમાં ૩૫ વિદ્યાર્થીઓ
કચ્છના ગાંધીધામની સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલ ફરી વિવાદમાં ઘેરાઈ છે. ઇન્ડસ્ટ્રીય

કચ્છના ગાંધીધામની સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલ ફરી વિવાદમાં ઘેરાઈ છે. ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ માટે નીકળેલા ૩૫ વિદ્યાર્થીઓને ખુલ્લા ડાલાવાળા વાહનમાં ઘેટાં-બકરાંની જેમ બેસાડી સ્કૂલ મેનેજમેન્ટે તેમના જીવ જોખમમાં મૂક્યા હતા. ટ્રાફિક પોલીસે ગાડી રોકી બસની વ્યવસ્થા કરવા જણાવતાં વિદ્યાર્થીઓને કલાક સુધી રસ્તા પર રજડવું પડ્યું હતું. ઘટનાનું કવરેજ કરતા મીડિયાકર્મીઓ પાસેથી શિક્ષકે કેમેરા ઝૂંટવવાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે પ્રિન્સિપલે કેમેરા સામે કંઈપણ કહેવાનો ઇનકાર કર્યો હતો...




