મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગાંધીધામ: નકલી દરોડાથી તપાસ કરી અસલી 'EDની રેડ' કરાવી 10 કરોડ ડકારવાનો હતો પ્લાન

બોલિવુડ મૂવી સ્પેશિયલ 26ની માફક ગાંધીધામમાં સોની વેપારીને દબાવીને તેના પાસેથી નાણાં

ગાંધીધામ: નકલી દરોડાથી તપાસ કરી અસલી 'EDની રેડ' કરાવી 10 કરોડ ડકારવાનો હતો પ્લાન

બોલિવુડ મૂવી સ્પેશિયલ 26ની માફક ગાંધીધામમાં સોની વેપારીને દબાવીને તેના પાસેથી નાણાં અને દાગીના પડાવી લેવા માટે નકલી ઈડીના અધિકારીઓ દ્વારા ખોટો દરોડો પાડવામાં આવ્યો હતો. અમદાવાદ, ભુજ અને ગાંધીધામના 13 લોકોની નકલી ઈડી ટીમમાં સામેલ અમદાવાદની એકમાત્ર મહિલાએ સોનાના દાગીના ચોરી કરી લીધા હતાં. સોની વેપારીને તેની જાણ થઈ જતાં સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.

13 પૈકીના 12 લોકોને ઝડપી 22 લાખના દાગીના ઝડપ્યા

પૂર્વ કચ્છ પોલીસે નકલી ઈડીના અધિકારી બનેલા 13 પૈકીના 12 લોકોને ઝડપી 22 લાખના દાગીના અને ગુનામાં વપરાયેલી 3 કાર સહિત 45 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે. 15 દિવસ પહેલા ચાની હોટલ પર ઈડીના અધિકારી બની ખોટી રેડ પાડવાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો, પરંતુ આયોજન મુજબ ન થતાં અને અમદાવાદથી આવેલા સાગરિતો દ્વારા દગો કરવામાં આવતા પ્લાન ફેલ થયો હતો.

નકલી ED અધિકારી 

  1. ભરતભાઈ શાંતીલાલ મોરવાડીયા
  2. દેવાયત વીસુભાઈ 
  3. અબ્દુલસતાર ઈશાક માંજોઠી 
  4. હિતેષ ચત્રભુજ 
  5. વિનોદ ૨મેશ 
  6. ઈયુઝીન અગસ્ટીન ડેવીડ 
  7. આશિષ રાજેશભાઈ, અમદાવાદ
  8. ચન્દ્રરાજ મોહનભાઈ , ચાંદખેડા, અમદાવાદ
  9. અજય જગન્નાથ દુબે, સાબરમતી અમદાવાદ
  10. અમિત કિશોરભાઈ મહેતા, ચાંદખેડા,અમદાવાદ
  11. નિશા અમિત મહેતા ચાંદખેડા,અમદાવાદ
  12. શૈલેન્દ્ર અનિલકુમાર દેસાઈ, અમદાવાદ 

ફરાર આરોપીનું નામ : વિપીન શર્મા, અમદાવાદ

ગાંધીધામની રાધિકા જ્વેલર્સમાં 6 વર્ષ પહેલા પડ્યા હતા દરોડા

પૂર્વ કચ્છ એસપીએ જણાવ્યું હતું કે આદિપુરમાં રહેતા આરોપી ભરત શાંતિલાલ મોરવાડીયાએ તેના મિત્ર મેઘપર-બોરિચીમાં રહેતા દેવાયત વિસુભાઈ ખાચરને માહિતી આપી હતી કે ગાંધીધામની રાધિકા જ્વેલર્સ નામની પેઢીમાં છ વર્ષ પહેલા આઈટીની રેડ પડી હતી અને ત્યાં પુષ્કળ પ્રમાણમાં સોના-ચાંદી તથા રોકડ રકમ મળી હતી. જ્વેલર્સના માલિક પાસે હજુ 100 કરોડથી વધારેની મિલકતો હોવા અંગેની વાત પણ તેણે કરી હતી.

ચાની હોટલ પર દરોડા પાડવાનો પ્લાન બનાવ્યો

દેવાયત ખાચરે તેના મિત્ર અને ભુજમાં સાપ્તાહિક ચલાવતા પત્રકાર અબ્દુલ સતાર માંજેઠીને આ અંગે વિગતો આપી હતી. અબ્દુલે આ માહિતી તેના મિત્રો ભૂજના ઘનશ્યામ સિટી એપાર્ટમેન્ટમાં રહેતા હિતેષ ચત્રભૂજ ઠક્કર અને પ્રમુખ સ્વામી નગરમાં રહેતા વિનોદ રમેશભાઈ ચુડાસમાને ભુજ ખાતે મળીને ઈ.ડી.ની રેડ કરવાનું પ્લાનિંગ કર્યું હતું. ત્યારબાદ દેવયાત ખાચર, અબ્દુલ સતાર, હિતેષ ઠક્કર, વિનોદ ચુડાસમા સાથે બનાવના પંદર દિવસ અગાઉ સાંજના સમયે આદિપુર બસ સ્ટેશન સામે આવેલી રજવાડી ચા હોટલ ખાતે  મુલાકાત કરી અને નકલી રેઈડ માટે પ્લાન બનાવ્યો હતો. આ પ્લાનને સફળ બનાવવા માટે વિનોદ ચુડાસમાએ અમદાવાદમાં રહેતા મિત્ર આશિષ મિશ્રાનો સંપર્ક સાધ્યો હતો.

આ પણ વાંચો: અમરેલી: બાબરામાં 7 વર્ષ પહેલા સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને 10 વર્ષની સખ્ત સજા

ભુજના આરોપીઓ દ્વારા પહેલા ખોટી રેડ કરી ચીજ વસ્તુઓ જોઈ સાચા ઈ.ડી.ના અધિકારીઓને બોલાવી દરોડા પડાવવાનો પ્લાન હતો. જેથી વિનોદ ચુડાસમા દ્વારા આશિષને ફોન કરી સમગ્ર વાત જણાવતાં અમદાવાદના સારાંશ એમ્બિયન્સમાં રહેતા આશિષ રાજેશ મિશ્રાએ ચાંદખેડામાં રહેતા તેના સાથીદાર ચંદ્રરાજ મોહનભાઈ નાયરને વાત કરતાં ચંદ્રરાજ સાથે કામ કરતાં અને સાબરમતીમાં રહેતા અમિત મહેતા, નિશા અમિત મહેલા તથા વિપીન શર્મ સાથે ઈ.ડી,ના નકલી અધિકારી તરીકે અમદાવાદ ખાતે ડીવિઝવ રેલ મેનેજરની ઓફીસમાં ટ્રાન્સલેટર તરીકે નોકરી કરતા અમદાવાદના રામદેવનગરમાં રહેતા શૈલેન્દ્ર દેસાઈને સાથે રાખી રેડ કરવાની જગ્યા તેમજ તેના મકાને રેડ દરમ્યાન મહિલાઓ હોવાનું જણાવ્યું હતું.

અમદાવાદથી બે કારમાં 6 લોકો પહોંચ્યા ભુજ

અમદાવાદથી બે કારમાં 6 લોકો આવ્યા બાજ સ્થાનિક આરોપીઓને ગાંધીધામ બસ સ્ટેશન નજીક મળીને અલગ અલગ વાહનોમાં બેસીને રાધિકા જ્વેલર્સની દુકાન પર જઈ આરોપી શૈલેન્દ્ર દેસાઈએ ઈ.ડી.ના અધિકારી તરીકે પોતાની ખોટી ઓળખ આપી તેણે બનાવટી ઈડીના અધિકારી અંકિત તિવારીના નામનું નકલી આઈડી કાર્ડ બતાવીને દરોડા પાડ્યા હતા. ત્યારબાદ રાધિકા જ્વેલર્સના માલિક કનૈયા પ્રતાપ ઠક્કરના મકાન પર તેમના ભાઈઓના મકાન પર વધુ તપાસ કરવાનો ઢોંગ કરીને દરોડા પાડ્યા હતા. ફરિયાદીના મકાનમાં રહેલા સોનાના દાગીના, રોકડ રકમ અલગ તારવીને ત્યાંથી નીકળી ગયા હતા. બાદમાં મહિલા આરોપી નિશા મહેતાએ ઘરના સદસ્યોની નજર ચુકવીને દાગીનામાંથી કેટલાક દાગીના ચોરી કરી લીધા હતા.

ભુજના પત્રકાર વિરુદ્ધ હત્યાના પ્રયાસનો દાખલ છે ગુનો

ભુજનો પત્રકાર અબ્દુલ સતાર ઈશાક માંજોઠી વિરુદ્ધ અગાઉ જામનગરમાં જિલ્લાના પંચકોશી પોલીસ સ્ટેશનમાં ખંડણી સાથે હત્યાનો ગુનો તથા ભુજ સિટી પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયત્નનો ગુનો દાખલ થયો છે.

આ સમાચાર શેર કરો