મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમરેલીમાં એક વૃદ્ધાની નિકળી વાજતે ગાજતે અંતિમયાત્રા

અમરેલી જિલ્લામાં એક વૃદ્ધ મહિલાની અદભુત પ્રકારની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. અમરેલીના વડીયામાં ખાનખીજ

અમરેલી જિલ્લામાં એક વૃદ્ધ મહિલાની અદભુત પ્રકારની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. અમરેલીના વડીયામાં ખાનખીજડિયા ગામે એક નિ:સંતાન વૃદ્ધ મહિલાની બેંડવાજા સાથે અંતિમયાત્રા નીકાળવમાં આવી હતી.નાનકડા ગામમાં રહેતા 101 વર્ષના સાકરબેન કેશુભાઈ હરખાણીનું મૃત્યુ થતા કુટુંબજનોએ બેંડવાજા સાથે તેમની અંતિમયાત્રા કાઢી હતી.

આ પણ વાંચો : અમરેલી-રાજુલા હોસ્પિટલમાં આઉટ સોર્સ કરાયેલા 40થી પણ વધુ કર્મચારીઓ હડતાળ પર

101 વર્ષના સાકરબહેનને કોઈ સંતાન ન હોવાથી ભાઈ કુટુંબ પરિવારે વાજતે ગાજતે તેમની અંતિમયાત્રા કાઢી હતી. પરમલોક સિધાવેલ માજીની અંતિમયાત્રામાં અબીલ ગુલાલ અને બેંડવાજા સાથે વાજતેગાજતે યાત્રા કાઢી, જેમાં માજીના પરિવારજનો તેમજ પિયરપક્ષના કુંટુંબીજનો અને ગ્રામજનો સહિત સૌએ ભાગ લીધો હતો અને માજીની આત્માને પરમ શાંતિ મળે તેવી પ્રાર્થના કરી હતી.

આ સમાચાર શેર કરો