VIDEO: દેવભૂમિ દ્વારકામાં ઉજવાયો ફૂલડોલ મહોત્સવ, રંગોના પર્વ પર સોમનાથ મહાદેવનો અદ્ભુત શણગાર
ફાગણી પૂનમના પાવન પર્વે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા વિશાળ સંખ્યામાં
ફાગણી પૂનમના પાવન પર્વે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટ્યા. ભક્તોએ માનગલા આરતીના દર્શન કરી ધન્યતા અનુભવી.
દ્વારકાધીશ મંદિરમાં ઉજવાયો ફૂલડોલ મહોત્સવ
આજરોજ દ્વારકાધીશ મંદિરમાં ઉજવાયો ફૂલ ડોલ મહોત્સવ. ફાગણીપર્વ દરમિયાન ભગવાન રંગની પોટલી અને ચાંદીની પિચકારી સાથે ઘેરીયાનુ સ્વરૂપ ધારણ કર્યુ. ચાંદીની પિચકારીમાં કેસુડાના ફુલનો રંગ ભરીને ઉડાવવામાં આવે છે. મંદિર ચોકમાં ભક્તો વહેલી સવારથી જ અબીલ ગુલાલ સંગ હોળી રમી પાવન પર્વને ઉજવ્યો. સાથે જ જીલ્લા વહીવટી અને પોલિસ તંત્ર દ્વારા પરંપરા અનુસાર પૂજા કરી ધજા ચઢાવી સૌની સુખાકારી માટે પ્રાર્થના કરી.
સોમનાથ મહાદેવનો અદ્ભુત શણગાર
વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરે ધૂળેટીમાં ભાવિકો ઉમટ્યા. સવારથી જ સોમનાથ મહાદેવના દર્શન કરીને ભક્તો ધન્ય બન્યા. સોમનાથ મહાદેવને ધૂળેટીના દિવસે અદ્દભુત શણગાર કરાયા. મધ્યાહન આરતી અને દર્શનનો લાભ લઈ ભાવિકો બન્યા ધન્ય.








