Video: પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીએ બનાસડેરીના ડિરેક્ટર પદ માટે ભર્યું ફોર્મ, ચૂંટણી લડવાનું આપ્યું આ કારણ
પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીએ બનાસડેરીના ડિરેક્ટર પદ માટે ફ
પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીએ બનાસડેરીના ડિરેક્ટર પદ માટે ફોર્મ ભરીને સહકારી ક્ષેત્રમાં રાજકીય ગરમાવો વધાર્યો છે. તેમણે પશુપાલકોના હિત માટે અને ડેરીની પ્રગતિ માટે આ ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે.
બનાસકાંઠાના સહકારી ક્ષેત્રમાં ગરમાવો વધ્યો છે કારણ કે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા હરિભાઈ ચૌધરીએ બનાસ ડેરી ડિરેક્ટર પદ માટે પાલનપુર કલેકટર કચેરી ખાતે ફોર્મ ભર્યું છે. હરિભાઇ ચૌધરી ચાર વખત સાંસદ રહી ચૂક્યા છે અને કેન્દ્રમાં ગૃહ રાજ્યમંત્રી તરીકે સેવા આપી છે. તેમણે જણાવ્યું કે તે છેલ્લા 40 વર્ષથી ભાજપ સાથે સંકળાયેલા છે અને સહકારી ક્ષેત્રમાં પણ સક્રિય રહ્યા છે. તેમણે પશુપાલકોના હિત માટે અને બનાસ ડેરીની પ્રગતિ માટે આ ચૂંટણીમાં ઉતારવાનો નિર્ણય લીધો છે.




