VIDEO: બાબરકોટની રિઝર્વ ફોરેસ્ટની જમીન પર માઈનિંગ કરવા મુદ્દે વનમંત્રીએ કરી સ્પષ્ટતા, જાણો શું કહ્યું
બાબરકોટની રિઝર્વ ફોરેસ્ટની જમીન પર માઈનિંગની પેરવી કરવા મુદ્દે વનમંત્રીએ સ્પષ્ટતા કરી છે

બાબરકોટની રિઝર્વ ફોરેસ્ટની જમીન પર માઈનિંગની પેરવી કરવા મુદ્દે વનમંત્રીએ સ્પષ્ટતા કરી છે. અર્જુન મોઢવાડિયા જ્યારે સાસણમાં મળેલી બેઠકમાં પહોંચ્યા તો આ મુદ્દે સવાલ ઉઠ્યો. જેના જવાબમાં મોઢવાડિયાએ કહ્યું કે, કોઈ પણ રિઝર્વ ફોરેસ્ટમાં માઈનિંગની મંજૂરી આપવામાં આવતી નથી. અધિકારીઓએ પેરવી કરવાના મુદ્દે જણાવ્યું કે અમારા સુધી આવું કોઈ પ્રકરણ આવ્યું નથી. ફોરેસ્ટની જમીન પર માઈનિંગની મંજૂરી આપતા પણ નથી અને આપવાના પણ નથી.



