મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: બાબરકોટમાં ફોરેસ્ટ જમીન ખાનગી કંપનીને માઇનિંગ માટે આપવાની હિલચાલથી વિવાદ, સિંહોના અસ્તિત્વ સામે જોખમ

ગીરના સિંહોના સંરક્ષણના દાવાઓ વચ્ચે હવે વન વિભાગની જ કામગીરી પર ગંભીર સવાલો ઊભા થય

તસવીર: gstv

ગીરના સિંહોના સંરક્ષણના દાવાઓ વચ્ચે હવે વન વિભાગની જ કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે. ધારી ગીર પૂર્વ ડિવિઝન દ્વારા બાબરકોટ વિસ્તારની 75 હેક્ટર રિઝર્વ ફોરેસ્ટ જમીન ખાનગી કંપનીને માઇનિંગ માટે આપવા પ્રયાસ થતા મોટો વિવાદ સર્જાયો છે.

આક્ષેપ છે કે સિંહોના અસ્તિત્વને જોખમમાં મૂકીને રેકોર્ડ પર ખોટા રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યા છે. ગીર પૂર્વના DCF વિકાસ યાદવે કેન્દ્ર સરકારને પાઠવેલા FC Form-Aમાં આ વિસ્તારમાં કોઈ વાઈલ્ડ લાઈફ કોરિડોર ન હોવાનું દર્શાવાયું છે. પરંતુ વન વિભાગના જ 2023-24ના મેનેજમેન્ટ પ્લાનમાં બાબરકોટ વિસ્તારને કોરિડોર નંબર-20 તરીકે સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે છેલ્લા 12 વર્ષથી અધિકારીઓ આ જમીન આપવાનો ઇનકાર કરતા હતા, પરંતુ હાલના અધિકારીઓ પર રેકોર્ડ સાથે ચેડાં કરવાનો આરોપ લાગી રહ્યો છે.

આ સમાચાર શેર કરો