મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: માળીયા હાટીનાના ચોરવાડ ગામે ખનીજ માફિયાઓએ બેફામ, સ્થાનિકોએ તંત્ર પર કર્યા ગંભીર આક્ષેપ

જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના ચોરવાડ ગામે ફરી એકવાર ખનીજ માફિયાઓએ માઝા મૂકી છે. વડાપ્રધા

જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના ચોરવાડ ગામે ફરી એકવાર ખનીજ માફિયાઓએ માઝા મૂકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સોમનાથ આગમન પૂર્વે જ આ વિસ્તારમાં પથ્થરની ખાણો બેરોકટોક ધમધમી રહી હોવાના દ્રશ્યો સામે આવતા તંત્રની કામગીરી શંકાના દાયરામાં આવી છે.

સ્થાનિકોનો ગંભીર આક્ષેપ છે કે ખનીજ વિભાગની મીઠી નજર હેઠળ માફિયાઓ રાત-દિવસ ખુલ્લેઆમ ગેરકાયદેસર ખનન કરી રહ્યા છે. એક તરફ રાજ્ય સરકાર ખનીજ ચોરી રોકવા કડક સૂચનાઓ આપે છે, ત્યારે બીજી તરફ ચોરવાડમાં ખાણ-ખનીજ વિભાગની નિષ્ક્રિયતાને કારણે કુદરતી સંપત્તિનું નિકંદન નીકળી રહ્યું છે.

આ સમાચાર શેર કરો