મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગુજરાતમાં પ્રથમ વખત IPL સ્ટાઈલની બાસ્કેટબોલ લીગનું થશે આયોજન, 8 શહેરની ફ્રેન્ચાઈઝીની ટીમ વચ્ચે જામશે જંગ

ગુજરાતમાં પ્રથમ વખત આઈપીએલ સ્ટાઈલની બાસ્કેટબોલ લીગનું આયોજન ઓગસ્ટમાં થવા જઈ

ગુજરાતમાં પ્રથમ વખત આઈપીએલ સ્ટાઈલની બાસ્કેટબોલ લીગનું આયોજન ઓગસ્ટમાં થવા જઈ રહ્યું છે. આગામી સમયમાં આઠ શહેરની ફ્રેન્ચાઈઝીની ટીમ વચ્ચે જંગ જામશે અને અંડર-21ની કેટેગરીના બોઈઝ-ગર્લ્સને આ લીગમાં તેમની પ્રતિભા દર્શાવવાની તક મળશે. આ લીગ માટે ગુજરાતભરમાંથી 400 જેટલી પ્રતિભાઓની પસંદગી કરવામાં આવશે અને તે પસંદગીના પૂલમાંથી હરાજી યોજાશે. આ અંગે એસોસિએશનના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે, આગામી એક મહિનામાં અમે ફ્રેન્ચાઈઝીઓનું વેચાણ કરીશું અને ત્યાર બાદ અમદાવાદ, વડોદરા અને ભાવનગરમાં ટ્રાયલ્સનું આયોજન કરીશું. એક ખાસ પસંદગી સમિતિ ખેલાડીઓને પસંદ કરશે અને તેમને હરાજીમાં મુકવામાં આવશે. આ લીગ થકી ગ્રાસરુટના ખેલાડીઓને આગળ લાવવાનો અમારો પ્રયાસ છે. આ લીગમાં અંદાજે પાંચ લાખ જેટલી ઈનામી રકમ પણ રાખવામાં આવશે. અમદાવાદમાં યોજાયેલા ગુજરાત બાસ્કેટબોલ લીગના લોન્ચિંગ કાર્યક્રમમાં બાસ્કેટબોલ એસોસિએશનના સેક્રેટરી શફિક શેખ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચાર શેર કરો