VIDEO: સુરતમાં મરી-મસાલાનું વેચાણ કરતાં એકમોમાં ફૂડ વિભાગની ચકાસણી, સેમ્પલ તપાસ અર્થે લેબોરેટરી મોકલાયા
સુરતમાં મરી-મસાલાના વેચાણ કરતી સંસ્થાઓ સામે ફૂડ વિભાગ દ્વારા ચકાસણી અભિયાન હાથ ધરવામાં આવ્
સુરતમાં મરી-મસાલાના વેચાણ કરતી સંસ્થાઓ સામે ફૂડ વિભાગ દ્વારા ચકાસણી અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. શહેરના વિવિધ ઝોનમાં અલગ-અલગ ટીમો બનાવી મસાલાના સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
રાંદેર ઝોનમાં આવેલ જલારામ મસાલામાંથી ખાસ કરીને લાલ મરચું, હળદર અને ધાણા-જીરાંના નમૂનાઓ લેવામાં આવ્યા હતા. તમામ સેમ્પલ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. લેબોરેટરીનો રિપોર્ટ આવ્યા બાદ ગેરરીતિ સામે આવનાર સંસ્થાઓ વિરુદ્ધ ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે. શહેરમાં ભેળસેળયુક્ત મસાલાના વેચાણને રોકવા ફૂડ વિભાગ સક્રિય બન્યું છે.



