VIDEO: લોકસાહિત્યકાર પદ્મશ્રી ભીખુદાન ગઢવીએ ડાયરાને કર્યા રામ રામ, હવે નહીં જોવા મળે સ્ટેજ પર
ગુજરાતના લોકસાહિત્યનો એક સૂર્ય અસ્ત થયો છે. રાજ્યના પ્રખ્યાત લોકસાહિત્યકાર પદ્મશ્રી ભ

ગુજરાતના લોકસાહિત્યનો એક સૂર્ય અસ્ત થયો છે. રાજ્યના પ્રખ્યાત લોકસાહિત્યકાર પદ્મશ્રી ભીખુદાન ગઢવીએ ડાયરાને રામ રામ કહી દીધા છે. ગીર સોમનાથ જિલ્લાના પીઠડધામ જામવાળા ખાતે યોજાયેલા ડાયરામાં તેમણે જાહેરાત કરતા કહ્યું, “હવેથી જ્યા સુધી જીવું ત્યાં સુધી ડાયરા બંધ, આ મારા જીવન નો છેલ્લો ડાયરો છે.” પ્રખ્યાત લોકગીત અને લોકસંસ્કૃતિનું અવિસ્મરણીય વર્ણન કરતા લોક કલાકાર ભીખુદાન ગઢવીએ આ નિર્ણય જાહેર કર્યો છે. તેમણે વયમર્યાદાના કારણે હવે ડાયરો નહીં કરૂં તેવું કહીને હવે ડાયરામાંથી સંન્યાસ લીધો છે. (વીડિયો સૌજન્ય : માધવ વીડિયો)




