VIDEO: કિન્નોરમાં પૂર: સાંગલા-છિતકુલ માર્ગ બંધ
હિમાચલ પ્રદેશના આદિવાસી જિલ્લા કિન્નોરની સાંગલા વેલીમાં મસ્તરંગ પાસે આવેલા ગારગાય નાળામાં અચાનક ભયાનક પૂર આવ્ય

હિમાચલ પ્રદેશના આદિવાસી જિલ્લા કિન્નોરની સાંગલા વેલીમાં મસ્તરંગ પાસે આવેલા ગારગાય નાળામાં અચાનક ભયાનક પૂર આવ્યું છે. પર્વતો પર વાદળ ફાટવાના કારણે નાળામાં ભારે માત્રામાં કાદવ, કાટમાળ અને મોટા પથ્થરો ધસી આવ્યા હતા, જેના લીધે વ્યૂહાત્મક સાંગલા-છિતકુલ માર્ગ સંપૂર્ણપણે બ્લોક થઈ ગયો છે. પૂરના કારણે નજીકમાં આવેલા આઈટીબીપી કેમ્પના રહેણાંક પરિસરમાં પણ મોટું જોખમ ઊભું થયું છે. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. ઘટનાની જાણ થતાં જ બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન અને મહેસૂલ વિભાગની ટીમો કાટમાળ હટાવીને રસ્તો પુનઃ શરૂ કરવા માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.




