VIDEO: તાપી અને ઉપરવાસમાં ભારે વરસાદથી પૂર્ણા નદીમાં ઘોડાપૂર: તંત્ર દ્વારા નદીપટમાં ન જવા અપીલ
તાપી જિલ્લા સહિત ઉપરવાસના વિસ્તારોમાં થઈ રહ

તાપી જિલ્લા સહિત ઉપરવાસના વિસ્તારોમાં થઈ રહેલા ભારે વરસાદને પગલે સ્થાનિક નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અને પાણીની ભરપૂર આવક જોવા મળી રહી છે. ખાસ કરીને તાપીના ડોલવણ તાલુકાના વાંકલા ગામ પાસેથી પસાર થતી પૂર્ણા નદીમાં નવા નીરની જોરદાર આવક થઈ છે. નદી હાલ બંને કાંઠે અને રૌદ્ર સ્વરૂપમાં વહેતી જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે, આ પૂર્ણા નદી તાપી જિલ્લામાંથી વહીને આગળ સુરત અને નવસારી તરફ જાય છે, જેથી આગામી સમયમાં ત્યાં પણ નદીના જળસ્તરમાં વધારો થઈ શકે છે. પૂર્ણા નદીમાં પાણીના પ્રવાહની જોરદાર આવકને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. સુરક્ષાના ભાગરૂપે તંત્ર દ્વારા સ્થાનિક ગ્રામજનો અને કાંઠા વિસ્તારના લોકોને નદીના પટમાં કે તેની નજીક નહીં જવા માટે કડક અપીલ કરવામાં આવી છે જેથી કોઈ મોટી દુર્ઘટના નિવારી શકાય.




