Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Terrible flood: Abha burst in Kinnore, huge destruction in rivers and canals due to floods!

VIDEO: ભયાનક પૂર: કિન્નોરમાં આભ ફાટ્યું, નદી-નાળાઓમાં ઘોડાપૂરથી ભારે તબાહી!

Timeછેલ્લું અપડેટ : 03 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

હિમાચલ પ્રદેશના આદિવાસી જિલ્લા કિન્નોરમાં ચોમાસાની શરૂઆત થતાં જ ભારે વરસાદે તબાહી મચાવી દીધી છે. કિન્નોરની ભાવા વેલીના સુરચો, રિસ્પા અને લિપ્પા વિસ્તારમાં વાદળ ફાટવા જેવી સ્થિતિ અને મુસળધાર વરસાદને કારણે સ્થાનિક નદી-નાળાઓમાં ભયાનક પૂર આવ્યું છે. સુરચોમાં ગામને જોડતો લાકડાનો અસ્થાયી પુલ પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગયો છે, જેના કારણે ગ્રામજનોનો સંપર્ક તૂટી ગયો છે. તો બીજી તરફ રિસ્પા અને લિપ્પા વિસ્તારની નહેરો અને નાળાઓમાં ભારે કાટમાળ અને કાદવ ભરાઈ જવાથી પીવાના પાણીની પાઈપલાઈનોને મોટું નુકસાન થયું છે અને વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. રાહતની વાત એ છે કે આ આપત્તિમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા માર્ગો સાફ કરવાની અને વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે.

App Store