મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: દ્વારકા જિલ્લામાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ, 59 લોકોને રેસક્યૂ કરાયા; NDRFની ટીમ તૈનાત

સૌરાષ્ટ્રમાં અષાઢ અનરાધાર વરસી રહ્યો છે ત્યારે મેઘરાજાનું રૌદ્ર રૂપ જોવા મળ્યું હતું. પોરબંદર,જૂનાગઢ અને દેવ

સૌરાષ્ટ્રમાં અષાઢ અનરાધાર વરસી રહ્યો છે ત્યારે મેઘરાજાનું રૌદ્ર રૂપ જોવા મળ્યું હતું. પોરબંદર,જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બારેમેઘ ખાંગા થયા હતા અને 8થી 20 ઇંચ વરસાદ એક જ દિવસમાં વરસી જતા ત્રણેય જિલ્લામાં ચોતરફ જળબંબાકાર સર્જાયો હતો. પોરબંદરમાં 24 કલાકમાં 24 ઇંચ, દેવભૂમિ દ્વારકામાં 13 ઇંચ અને કલ્યાણપુરમાં 24 કલાકમાં 18 ઇંચ, કેશોદમાં 9 સહિત રાત્રિથી 14 ઇંચ વરસાદ વરસ્યો હતો.

દ્વારકા જિલ્લામાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ

દ્વારકામાં માત્ર સાંજે 2 કલાકમાં જ 10 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. દ્વારકામાં 13 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો.

દ્વારકા જિલ્લામાં ભાટિયા પાસે નદીમાં તણાયેલા 2 લોકોનું NDRF દ્વારા રેસક્યૂં કરવામાં આવ્યું છે. નીચાણવાળા વિસ્તારમાંથી કૂલ 59 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. વીજળી પડતા 3 પશુના મોત થયા હતા જ્યારે વરસાદને પગલે દ્વારકામાં કૂલ 9 મકાનોને નુકસાન થયું છે. 20 જેટલા વીજ પોલ તૂટી પડી ગયા હતા જ્યારે 10 જેટલા રસ્તાઓ ભારે વરસાદને પગલે ધોવાઇ ગયા હતા. ખંભાળિયા, રાવલ તેમજ દ્વારકામાં અનેક સ્થળોએ ભારે વરસાદને પગલે મકાનમાં પાણી ઘુસ્યા હતા. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા માટે સૂચના આપવામાં આવી છે.

NDRFની ટીમ તૈનાત

દ્વારકા જિલ્લામાં હવામાન વિભાગી ભારે વરસાદની આગાહીના પગલે સલામતીના ભાગ રૂપે NDRFની વધુ એક ટીમને ફાળવવામાં આવી છે. અત્યારે એક ટીમ રાવલ ખાતે તૈનાત છે જ્યારે અન્ય બીજી ટીમ દ્વારકા ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

દ્વારકામાં છેલ્લા 24 કલાકમાં ક્યા કેટલો વરસાદ નોંધાયો

દ્વારકા- 372 mm
ખંભાળિયા- 121mm 
કલ્યાણપુર- 166mm 
ભાણવડ- 60mm

કેશોદનો ઘેડ પંથક જળબંબાકાર

કેશોદના ઘેડ પંથક પણ ભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. બામણાસા મુળિયાસા, મઢડા, સરોડ, અખોદડ સહિતના ગામ સંપર્ક વિહોમાં બન્યા હતા. ઉપરવાસના વરસાદથી ઓઝત, સાંબલી, મધુવંતી નદીમાં પુર આવતા હજારો એકર જમીન પાણીમાં ડૂબી ગઇ હતી. 

આ સમાચાર શેર કરો