VIDEO : અંકલેશ્વર પાલિકાની ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ
અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલ

અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. એ-ડિવિઝન પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને જવાનોએ શહેરના મુખ્ય માર્ગો તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી સુરક્ષાનો અહેસાસ કરાવ્યો હતો.આ ફ્લેગ માર્ચનો મુખ્ય હેતુ મતદારોમાં વિશ્વાસ જગાડવાનો અને કોઈપણ અનિચ્છનીય બનાવને અટકાવવાનો છે. પોલીસ તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ માહોલ જાળવવા માટે સતત મોનિટરિંગ કરવામાં આવશે.



