VIDEO:સુરત-નવસારી રોડ પર ઓઈલ ઢોળાતા પાંચ બાઈક સ્લીપ, દંપત્તીને ઈજા, પાણીથી રોડ કરાયો સાફ
સુરતના રસ્તા છાસવારે ખરાબ થઈ જતાં હોય છે. ત્યારે પાંડેસરા વિસ્તારમાં આવેલા બાટલી બોય પ

સુરતના રસ્તા છાસવારે ખરાબ થઈ જતાં હોય છે. ત્યારે પાંડેસરા વિસ્તારમાં આવેલા બાટલી બોય પ્રેમનગર ખાતે આવેલા રસ્તા પર ઓઈલ ઢોળાઈ ગયું હતું. કોઈ ટેન્કરમાંથી ઢોળાયેલા ઓઈલના કારણે રસ્તા પર વાહનચાલકો લપસીને પડવા લાગ્યા હતાં. એક સાથે ચારથી પાંચ લાઈક સ્લીપ થઇ ગયા હતા. જેમાં એક દંપત્તીની બાઇક સ્લીપ થઈ જતાં મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો અને ટ્રાફિક પોલીસે 108 બોલાવી હતી. બાદમાં મહિલાને ગંભીર ઈજા હોવાથી સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બીજી તરફ ફાયરમાં જાણ કરવામાં આવી હતી. બાદમાં રોડને બંધ કરી દઈને રસ્તો પાણીથી સાફ કરવામાં આવ્યો હતો.




