મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:સુરતના ઉધનામાં પ્લાયવૂડના ગોડાઉનમાં લાગી આગ, ધુમાડાના ગોટે ગોટાથી ફેલાયો ભયનો માહોલ

સુરતના ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં અવારનવાર આગના બનાવો સામે આવી રહ્યાં છે. ત્યારે ઉધના વિસ્તારમાં આવેલા હરિનગર-3 &n

સુરતના ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં અવારનવાર આગના બનાવો સામે આવી રહ્યાં છે. ત્યારે ઉધના વિસ્તારમાં આવેલા હરિનગર-3  ઇન્ડસ્ટ્રીયલમાં પ્લાયવૂડના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આકાશમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતાં. ધુમાડા આકાશમાં ઊંચે સુધી ઉઠતાં લોકોમાં ડરનો માહોલ પેદા થયો હતો. ધુમાડા દૂરથી દેખાતા હોવાથી લોકો જમાવડો જોવા મળ્યો હતો. આગ અંગેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. જેથી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયરબ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવીને કૂલિંગની કામગીરી હાથ ધરી હતી. બીજી તરફ આગ લાગવાનું કારણ અકબંધ રહેવા પામ્યું છે. આગ બાદ મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઈ જતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

આ સમાચાર શેર કરો