મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: કડીમાં બેસતા વર્ષના દિવસે આગની ઘટના, ત્રણ દુકાનોમાં લાખોના રમકડાં બળીને ખાખ

મહેસાણા જિલ્લાના કડીમાં બેસતા વર્ષના દિવસે આગની ઘટના બની છે. ગાંધી ચોક નજી

મહેસાણા જિલ્લાના કડીમાં બેસતા વર્ષના દિવસે આગની ઘટના બની છે. ગાંધી ચોક નજીક સંતરામ શોપિંગમાં રમકડાની દુકાનોમાં આગ લાગતા દોડધામ મચી હતી. આગમાં સદ્નસીબે કોઈ જાનહાની ન થઇ પણ વેપારીઓને લાખોનું નુકસાન થયું છે.  

ત્રણ દુકાનોમાં આગથી લાખોના રમકડાં બળીને રાખ

પ્રાપ્ત માહિતી મુજબ કડીમાં ગાંધી ચોક નજીક સંતરામ શોપિંગમાં રમકડાની દુકાનોમાં આગ લાગતા અફરાતફરી મચી હતી. ત્રણ દુકાનોમાં આગથી લાખોના રમકડાં બળીને રાખ થઇ ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાની શક્યતા સેવાઈ રહી છે. બેસતા વર્ષના દિવસે દુર્ઘટનાથી નગરમાં આ બનાવ ભારે ચર્ચાનો વિષય બન્યો હતો.  

આ સમાચાર શેર કરો