Vadodara News: VIDEO/ કુબેર ભવનના ચોથા માળની ગેલરીમાં આગ, સંકટ સમયે ફાયર સિસ્ટમ ચાલુ ન થઈ
Vadodara News: ગુજરાતમાંથી સતત આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે. ગુજરાતમાંથી આજના દિવસમાં જ આગ લ
Vadodara News: ગુજરાતમાંથી સતત આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે. ગુજરાતમાંથી આજના દિવસમાં જ આગ લાગવાની ત્રીજી ઘટના સામે આવી છે. વડોદરા કોઠી રોડ પર આવેલા કુબેર ભવનના ચોથા માળની ગેલરીમાં આગની ઘટના બની છે. બહુમાળી સરકારી ઇમારતમાં રાત્રીના સમયે આગ લાગવાની ઘટના બની છે.
મળતી માહિતી પ્રમાણે, બહાર મુકેલા પરચુરણ સમાનમાં આગ લાગી છે. કુબેર ભવનમાં કરોડો રૂપિયાના ખર્ચે લગાવેલી સિસ્ટમ કાર્યરત નહિ થતા આ મુશ્કેલી સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. સંકટ સમયે ફાયર સિસ્ટમ ચાલુ જ ન હતી. અંદાજીત 30 કરતા વધુ વર્ષ જૂની ઇમારત છે. જેમાં ફાયર સેફટી શોભાના ગાંઠિયા સમાન જોવા મળી હતી. ફાયરના સાધનો હોવા છતાં પણ અધૂરા હતા.
ફાયર વિભાગ ખાનગી માલિકીના બહુમાળી ઇમરતોમાં પૂરતી ફાયર સેફટી ન હોય તો નોટિસો આપે છે પરંતુ અહીં સરકારી ઇમારત સામે કુણું વલણ કેમ દાખવ્યું તે ચર્ચાનો વિષય બની રહ્યું છે. આજ ઇમારતમાં GSTની ઓફિસ પણ આવેલી છે. હજુ ગત અઠવાડિયે જ આ જૂની ફાયર સેફટીની મોકડ્રિલ યોજાઈ હતી. જો કે, મામલાની જાણ થતાં જ ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.




