Godhra News: સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, ફાયર ટીમનો આગ પર કાબુ લેવા માટે પ્રયાસ
ગુજરાતમાં જાણે આગ લાગવાની ઘટનાઓની હારમાળ સર્જાઈ રહી છે. તાજેતરમાં જ ભૂજમાં આવેલી જુની જેલના કંપાઉન્ડમાં આગ લાગી હતી
ગુજરાતમાં જાણે આગ લાગવાની ઘટનાઓની હારમાળ સર્જાઈ રહી છે. તાજેતરમાં જ ભૂજમાં આવેલી જુની જેલના કંપાઉન્ડમાં આગ લાગી હતી એવામાં પંચમહાલમાંથી પણ આગ લાગવાની ઘટના સામે આવી રહી છે. પંચમહાલ જિલ્લામાં ગોધરાના ત્રિમંદિર નજીક આવેલ સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હોવાની માહિતી મળી રહી છે.
અચાનક જ સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. સ્ક્રેપના ગોડાઉનમાં અચાનક આગ કયા કારણોસર લાગી તેનું કારણ હજુપણ અકબંધ છે. બનાવની જાણ થતાં જ ગોધરા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ગોધરા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા લાગેલી ભીષણ આગને કાબુમાં લેવાના પ્રયાસો જારી છે. ચારથી વધુ ફાયર ફાઈટરો દ્વારા ઘટના સ્થળે પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. આગ એટલી વિકરાળ છે કે દુર દુરથી ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે.




