VIDEO: દિલ્હીના રહેણાંક વિસ્તારમાં મોડી રાત્રે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો; અંદાજે 14 ફ્લેટને નુકસાન
પૂર્વ દિલ્હીના લક્ષ્મી નગર પોલીસ સ્ટેશન હેઠળના રમેશ પાર્ક, જે એક્સટેન્શન વિસ્તારમાં
પૂર્વ દિલ્હીના લક્ષ્મી નગર પોલીસ સ્ટેશન હેઠળના રમેશ પાર્ક, જે એક્સટેન્શન વિસ્તારમાં મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતને કારણે રહેણાંક વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આગની શરૂઆત સૌથી પહેલા એક ટ્રાન્સફોર્મરમાં થઈ હતી. ટ્રાન્સફોર્મરમાં થયેલા શોર્ટ સર્કિટ બાદ તેમાંથી નીકળેલી ચિંગારીઓ ઝડપથી નજીકની ઇમારતો સુધી પહોંચી ગઈ હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની ઝપેટમાં કુલ 4 રહેણાંક ઇમારતો આવી ગઈ હતી. અંદાજે 14 ફ્લેટમાં આગને કારણે નુકસાન થયું હોવાના અહેવાલ છે. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. સદનસીબે, કોઈ જાનહાનિનો અહેવાલ નથી.






