મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વડોદરા: મકરપુરા એસઆરપી ગ્રુપ-9માં સ્ટોર રૂમમાં લાગી આગ, મેજર કોલ જાહેર

વડોદરામાં મકરપુરા એસ.આર.પી.ગ્રુપ 9માં આગ લાગતા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે. સ્ટોર રૂમ અને જીમ હોલમાં આગ લાગતા દ

વડોદરામાં મકરપુરા એસ.આર.પી.ગ્રુપ 9માં આગ લાગતા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે. સ્ટોર રૂમ અને જીમ હોલમાં આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયરનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.

મકરપુરામાં એસ.આર.પી.ગ્રુપ-9માં સ્ટોર રૂમમાં લાગી આગ

શહેરના મકરપુરા એસ.આર.પી.ગ્રુપ-9માં સ્ટોર રૂમ અને જીમ હોલમાં આગ લાગતા દોડધામ મચી ગઇ હતી અને કરોડોનો સામાન બળીને ખાખ થયો છે. સ્ટોર રૂમમાં મુકેલા ફર્નિચર, તંબુ, કાપડ, સૂઝ અને જીમનો સામાન બળીને ખાખ થઇ ગયો હતો. ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો અને કુલિંગની મદદથી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો.

વડોદરાના વિનાયક રેસીડેન્સીમાં આગ લાગતા એકનું મોત

વડોદરાના સયાજીપુરા પાણીની ટાંકી પાસે આવેલી વિનાયક રેસીડેન્સીના બી ટાવરમાં રહેતા કિરણ રાણાના મકાનમાં શનિવારે વહેલી સવારે આગ લાગી હતી. જેના કારણે બેડમાં સુઈ રહેલા કિરણ રાણાનું મૃત્યું નિપજ્યું હતું. જ્યારે તેમના પત્ની હેતલબેન નો બચાવ થયો હતો. આ આગ લાગવાનું કારણ જણી શકાયું નથી. બનાવ બાદ ઘરવખરી પણ આગમાં લપેટાં હતા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. 

આ સમાચાર શેર કરો