Video: સુરતમાં ફર્નિચરના ગોડાઉનમાં ધડાકાભેર લાગી આગ, આસપાસમાં ફેલાયો ફફડાટ
સુરતમાં આગના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે મોટા વરાછા ખાતે આવેલ રાધેશ્યામ ફર્નિચરના ગોડાઉનમાં આગનો બનાવ સામે આવ
સુરતમાં આગના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે મોટા વરાછા ખાતે આવેલ રાધેશ્યામ ફર્નિચરના ગોડાઉનમાં આગનો બનાવ સામે આવ્યો હતો. જેમાં ગેસની બોટલ બ્લાસ્ટ થવાના કારણે આગ પ્રચંડ બની હતી. બે બોટલ, કલરનો ડ્રમ, તિજોરી, સોફામાં આગ લાગી હતી. કાપોદ્રા, મોટાવરાછા, સહિતના ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નહિ.
આ પણ વાંચોઃ સુરતમાં ફરી માનવતા શર્મસાર, નવજાત ભૃણ મળી આવતાં લોકોએ વરસાવી ફીટકાર




