મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: છોટાઉદેપુર પંથકમાં બે દીપડા વચ્ચે લડાઈ, એક કુવામાં પડતાં કરાયું દિલધડક રેસ્ક્યું

છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના હરખપુર ગામમાં બે દીપડા વચ્ચે થયેલી લડાઈમાં એક દીપડો

છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના હરખપુર ગામમાં બે દીપડા વચ્ચે થયેલી લડાઈમાં એક દીપડો વકરસિંગભાઈ રાઠવાના ખેતરમાં આવેલા કૂવામાં પડી ગયો હતો. ઘટનાની જાણ પાવી જેતપુરના વન અધિકારી વનરાજ સોલંકીને થતા તેઓએ પોતાની ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. દીપડાને બચાવવા માટે  કાર્યવાહી શરૂ કરી હતી. ટીમે કૂવામાં પીંજરું ઉતાર્યું હતું. લગભગ અડધા કલાક  બાદ દીપડો પીંજરામાં પ્રવેશ્યો હતો. ત્યાર બાદ દોરડાની મદદથી પીંજરાને કુવામાંથી બહાર કાઢવામાં આવ્યું હતું. વન વિભાગની ટીમે દીપડાનું મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ મોડી રાત્રે તેને કલારાણીના જંગલમાં સુરક્ષિત રીતે મુક્ત કર્યો હતો. આ સમગ્ર ઘટનામાં વન વિભાગની ત્વરિત કાર્યવાહીને કારણે દીપડાનો જીવ બચી શક્યો હતો અને કોઈ અનિચ્છનીય ઘટના બની નહોતી.

આ પણ વાંચોઃ મહાકુંભની નાસભાગમાં સુરતના શ્રદ્ધાળુનું મોત, સાળા અને મિત્રો સાથે ગયા હતા પ્રયાગરાજ

આ સમાચાર શેર કરો