VIDEO : પાટણ નગરપાલિકામાં હંગામો: ચીફ ઓફિસર અને કોંગ્રેસના નગરસેવક વચ્ચે ઉગ્ર બોલાચાલી
પાટણના નવજીવન કો-ઓપરેટીવ સોસાયટીમાં થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની માંગ સાથ

પાટણના નવજીવન કો-ઓપરેટીવ સોસાયટીમાં થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની માંગ સાથે નગરસેવકે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી, જોકે આ રજઆત દરમિયાન ભારે હોબાળો થયો હતો. ચીફ ઓફિસર અને કોંગ્રેસના નગર સેવક વચ્ચે ઉગ્ર તું-તું મૈં-મૈં થઈ હતી. આ દરમિયાન ચીફ ઓફિસરે તેરી ભી ચૂપ, મેરી ભી ચૂપ જેવા વિવાદાસ્પદ શબ્દો ઉચ્ચારતા મામલો વધુ ગરમાયો હતો. પાલિકા કચેરીમાં થયેલી આ ઉગ્ર બોલાચાલી અને આક્ષેપ-પ્રતિઆક્ષેપોને કારણે વાતાવરણ તણાવપૂર્ણ બન્યું હતું.


