Video: શાહઆલમમાં પાણીના છાંટા ઉડવા મુદ્દે પિતા-પુત્ર પર હુમલો, આરોપીની ધરપકડ
અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં કાર પર પાણીના છાંટા ઉડવા જેવી સામાન્ય બાબતે લોહિયાળ જંગ ખેલાયો છે

અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં કાર પર પાણીના છાંટા ઉડવા જેવી સામાન્ય બાબતે લોહિયાળ જંગ ખેલાયો છે. ઇમરાન પઠાણ નામના શખ્સની કાર પર પાણી ઉડતા થયેલી માથાકૂટમાં તેના પુત્ર સફ્ફાન પઠાણે પિતા-પુત્ર પર છરી વડે ઘાતક હુમલો કર્યો હતો. આ હુમલામાં ફૈઝાન અને તેના પિતા મોહમ્મદ ઈરફાન ગંભીર રીતે ઘાયલ થતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા છે. ઘટનાની જાણ થતા જ ઇસનપુર પોલીસે કાર્યવાહી કરી મુખ્ય આરોપી સફ્ફાનની ધરપકડ કરી લીધી છે.
જાહેરાત







