VIDEO: અકસ્માતમાં પિતા-પુત્રીનું મોત
ખેડા-મહેમદાવાદ રોડ પર આઈશર અને લોડિંગ રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પિતા-પુત્રીનું ઘટનાસ્થળે જ મોત

ખેડા-મહેમદાવાદ રોડ પર આઈશર અને લોડિંગ રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પિતા-પુત્રીનું ઘટનાસ્થળે જ મોત થયું છે. લોડિંગ રિક્ષામાં એક જ પરિવારના સાત સભ્યો મહેમદાવાદથી ખેડા તરફ આવી રહ્યા હતા, ત્યારે સામેથી આવતી આઈશર ગાડી સાથે રિક્ષા ધડાકાભેર અથડાતાં આ ગોઝારી ઘટના બની હતી. અકસ્માતની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને ખેડા ટાઉન પોલીસની ટીમ તાત્કાલિક બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે સ્થાનિકોની મદદથી તમામ ઈજાગ્રસ્તોને બહાર કાઢીને પ્રાથમિક સારવાર માટે તાત્કાલિક ખેડા સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ખેડા સિવિલમાં સારવાર આપ્યા બાદ વધુ ગંભીર ઈજા પામેલા લોકોને તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલ રીફર કરવામાં આવ્યા હતા અને બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી અપાયા હતા. પોલીસે આ ગંભીર અકસ્માતનો ગુનો નોંધીને જવાબદારો સામે આગળની કાયદેસરની કાર્યવાહી અને વધુ તપાસ હાથ ધરી છે.




