મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: ઉત્તર પ્રદેશના એટામાં ભીષણ અકસ્માતમાં ચાર મોત

ઉત્તર પ્રદેશના એટા જિલ્લાના કિલરમઉ ગામ પાસે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. અહીં બાગવાલા પોલી

ઉત્તર પ્રદેશના એટા જિલ્લાના કિલરમઉ ગામ પાસે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. અહીં બાગવાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડ કિનારે બંધ પડેલી સરકારી બસને પાછળથી પૂરપાટ ઝડપે આવતા ટ્રકે જોરદાર ટક્કર મારી હતી. આ ત્રિપાંખીયા અકસ્માતમાં ૪ લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે અને ૧૧થી વધુ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માત સમયે બસની બહાર ઉભેલા મુસાફરો આ ટક્કરની ચપેટમાં આવી ગયા હતા. એટાના જિલ્લા મેજિસ્ટ્રેટ અરવિંદ સિંહે હોસ્પિટલની મુલાકાત લઈ ઘાયલોની સ્થિતિ જાણી હતી અને તમામ સારવાર આપવાની ખાતરી આપી છે.

આ સમાચાર શેર કરો