અમદાવાદ: પહેલા કારે ટક્કર મારી ને પછી બાઇક એસટી બસ નીચે ઘૂસી ગયું, ધોળકા હાઇવે પર અકસ્માતમાં બે લોકોના મોત
અમદાવાદાના ધોળકા-સરખેજ હાઈવે પર ગમખ્વ

અમદાવાદાના ધોળકા-સરખેજ હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એસટી બસ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈકચાલક સહિત બેના ઘટનાસ્થલે જ મોત નીપજ્યા હતા. અકસ્માતના બનાવને પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ધોળકા-સરખેજ હાઈવે પર એસટી બસની અડફેટે બાઈકચાલક સહિત 2ના મોત
મળતી માહિતી મુજબ, અમદાવાદથી હેબતપુર જતી એસટી બસ અને બાઈક વચ્ચેના અકસ્માતના બનાવને પગલે ઘટનાસ્થળે લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. જેને લઈને રોડ પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માતની જાણ થતાં ધોળકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી બંને મૃતકોના મૃતદેહને પીએમ અર્થે મોકલ્યા હતા.
અકસ્માતના બનાવને લઈને અજાણ્યા કારચાલકે પહેલા બાઈકને ટક્કર મારી હતી. જેમાં બાઈકચાલક બસ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હોવાની ઘટનાસ્થળે હાજર લોકોમાં ચર્ચા થઈ રહી હતી.






