Video: મોરબીમાં વીજ લાઈન નાખવા મુદ્દે ખેડૂતો આક્રમક બન્યા, 400થી વધુ ટ્રેક્ટરો સાથે કાઢી મહારેલી
મોરબી જિલ્લામાં ખેડૂતોએ પોતાની પડતર માંગણીઓને લઈને રણશિંગું ફૂંક્યું છે. વીજ લાઈન ના
મોરબી જિલ્લામાં ખેડૂતોએ પોતાની પડતર માંગણીઓને લઈને રણશિંગું ફૂંક્યું છે. વીજ લાઈન નાખવા મામલે સર્જાયેલા વિવાદને પગલે ટંકારાથી એક વિશાળ ટ્રેક્ટર રેલી શરૂ કરવામાં આવી હતી, જે હવે મોરબી પહોંચી છે. આ રેલીમાં ખેતી બચાવવાના નારા સાથે 400થી વધુ ટ્રેક્ટરો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા છે.ખેતરોમાંથી પસાર થતી વીજ લાઈન સામે વિરોધ નોંધાવતા ખેડૂતોએ જણાવ્યું છે કે, તેમના અધિકારોનું હનન થઈ રહ્યું છે. અંદાજિત 200થી 400 ટ્રેક્ટરો સાથે નીકળેલી આ મહા રેલી કલેક્ટર કચેરીએ પહોંચીને ઉગ્ર રજૂઆત કરી આવેદનપત્ર પાઠવ્યું હતું.




