Video: ખેડૂત નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામની ધરપકડ, AAP પ્રદેશ કાર્યાલયથી શરુ કરવાના હતા આંદોલન
અમદાવાદ સ્થિત AAP પ્રદેશ કાર્યાલય ખાતે ખેડૂત નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ કડદાપ્રથા બંધ કરવાની માંગ સ
અમદાવાદ સ્થિત AAP પ્રદેશ કાર્યાલય ખાતે ખેડૂત નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ કડદાપ્રથા બંધ કરવાની માંગ સાથે ઉપવાસ આંદોલન શરુ કરે તે પહેલા જ પોલીસે બંનેની ધરપકડ કરી છે. ખેડૂત આગેવાનોની ધરપકડથી ખેડૂતો અને કાર્યકર્તાઓમાં ભારે રોષની લાગણી વ્યાપી ગઈ છે.
ઉપવાસ આંદોલન શરુ કરે તે પહેલા જ ધરપકડ
પ્રાપ્ત માહિતી મુજબ બોટાદ જિલ્લાના હડદડ ગામે ખેડૂતો અને પોલીસ વચ્ચે થયેલી ઝપાઝપી બાદ ખેડૂતોને ભડકાવવાના આક્ષેપ સાથે ખેડૂત નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ સામે ફરિયાદ નોંધાઈ હતી અને આજરોજ અમદાવાદ સ્થિત AAP પ્રદેશ કાર્યાલય ખાતે ખેડૂત નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ કડદાપ્રથા બંધ કરવાની માંગ સાથે ઉપવાસ આંદોલન શરુ કરે તે પહેલા જ પોલીસે બંનેની ધરપકડ કરી છે.
બંને ઉપવાસ આંદોલન શરુ કરે તે પહેલા જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયો હતો અને આંદોલન પહેલા જ તેઓની ધરપકડ કરાઈ હતી. ખેડૂત આગેવાનોની ધરપકડથી ખેડૂતો અને કાર્યકર્તાઓમાં ભારે રોષની લાગણી વ્યાપી ગઈ છે.








