મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: હિન્દી ફિલ્મોના જાણીતા કલાકાર ભરત કપૂરનું 80 વર્ષની વયે નિધન

હિન્દી ફિલ્મોના અનુભવી તેમજ પ્રતિભાશાળી કલાકાર ભરત કપૂરનું 80 વર્ષની વયે નિધન થઈ ગયુ છે.

હિન્દી ફિલ્મોના અનુભવી તેમજ પ્રતિભાશાળી કલાકાર ભરત કપૂરનું 80 વર્ષની વયે નિધન થઈ ગયુ છે. તેઓના નિધનના સમાચારથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી તેમજ તેઓના ચાહક વર્ગમાં શોક તેમજ દુખની લાગણી છે. રિપોર્ટ અનુસાર તેમની તબિયત નાદુરસ્ત હતી. બોલિવૂડના અભિનેતા ભરત કપૂર હિન્દી ફિલ્મોના એક જાણીતો ચહેરો રહ્યા હતા. તેમણે 1970-1980 અને 1990ના દાયકામાં ઈન્ડસ્ટ્રીમાં સક્રિય રહીને અનેક યાદગાર ભૂમિકાઓ ભજવી હતી. તેમણે પોતાની કારકિર્દીમાં મોટાભાગે સહાયક પાત્રો, ખલનાયક અને પ્રભાવશાળી ભૂમિકાઓ જેવી કે પોલીસ અધિકારી, વકીલ અથવા કડક વ્યક્તિત્વ ધરાવતા પાત્રો ભજવ્યા હતા, જે દર્શકોના દિલમાં વસી ગયા હતા.

આ સમાચાર શેર કરો